નેશનલ કેડેટ કોર્પ્સ-NCC ની 2025ની પ્રજાસત્તાક દિવસ શિબિર આજે નવી દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે સર્વ ધર્મ પૂજા સાથે શરૂ થઈ. 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 2 હજાર 361 કેડેટ્સ આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં 917 મહિલા કેડેટ્સ સાથે, આ વર્ષના કેમ્પમાં સૌથી વધુ મહિલા કેડેટ્સ ભાગ લેશે. કે, આ શિબિર એક મહિના સુધી ચાલશે.
જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના 114 કેડેટ્સ અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના 178 કેડેટ્સ છે. આ શિબિરમાં મિત્ર દેશોના 14 કેડેટ્સ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રજાસત્તાક દિન શિબિરનો મૂળ ઉદ્દેશ્ય ભાગ લેનારા કેડેટ્સમાં દેશભક્તિ, શિસ્ત અને નેતૃત્વના ગુણોની ઊંડી ભાવના કેળવવાનો છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 7:54 પી એમ(PM) | નેશનલ કેડેટ કોર્પ્સ-NCC