નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિકરિસર્ચ- NCAER દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં, દેશના 21 મોટા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સૌથી ઓછો 18.2 ટકા દેવા-થી- GSDP એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુણોત્તર નોંધાયો છે. જે નાણાકીય વર્ષ 2012-13 થી 2022-23 સુધીના સમયગાળામાં 4.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ સિદ્ધિ હાંસલ કરનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. આ ઉપરાંત રાજ્યની રાજકોષીય ખાધને ૦.૩ ટકા સુધી મર્યાદિત રહી છે. 96.7 ટકાના સરેરાશ પાલન સાથે રાજ્ય નાણાકીય શિસ્તમાં દેશમાં ટોચના સ્થાને છે.
આ અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે દેશના 21 મુખ્ય રાજ્યોમાં સૌથી વધુ સુધારો ગુજરાતમાં થયો છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને રાજ્ય સરકારની મજબૂત રાજકોષીય નીતિઓનું પરિણામ છે. રાજ્યની નાણાકીય વ્યૂહરચના અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે. ભારતીય રિઝર્વ બેંકના રાજ્ય નાણાકીય અહેવાલમાં પણ ગુજરાતની નાણાકીય મજબૂતાઈની પુષ્ટિ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે NCAERએ આર્થિક નીતિ અને વિકાસ સંબંધિત સંશોધન અંગે કાર્ય કરતી દેશની મહત્વની સંસ્થા છે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:24 પી એમ(PM)
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિકરિસર્ચ- NCAER દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં, દેશના 21 મોટા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સૌથી ઓછો 18.2 ટકા દેવા-થી- GSDP એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુણોત્તર નોંધાયો છે
