નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરૉલૉજી પુણેની ટીમે આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોરા તાલુકામાં સેન્ડફ્લાય એટલે કે, માટીની માખી અને રક્ત નમૂના લીધા હતા. હવે આ નમૂનાની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવશે. રાજ્યમાં ચાંદીપુરાના કેસ સામે આવતાં નમૂના N.I.V. પુણે ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં રાખી N.I.V. પુણેની 2 ટુકડી મેઘરજના ઢેકવા અને ભિલોરાના મોટા કંથારિયા ગામે આવી હતી.
Site Admin | જુલાઇ 28, 2024 3:07 પી એમ(PM)
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરૉલૉજી પુણેની ટીમે આજે સેન્ડફ્લાયના નમૂના લીધા
