નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવાના કેસમાં ખાલિસ્તાની ત્રાસવાદી લખબીર સિંહ સંધુના મુખ્ય સાગરીતની ધરપકડ કરી છે. એનઆઇએએ ગઈ કાલે મધ્યપ્રદેશનાં બડવાની જિલ્લાનાં બલજીત સિંહની ધરપકડ કરી છે.
એનઆઇએનાં જણાવ્યા પ્રમાણે બલજીત સિંહ પંજાબમાં લખબીરસિંહનાં એજન્ટોને શસ્ત્રો પુરા પાડતો હતો. આ શસ્ત્રોનો ઉપયોગ વેપારીઓ પાસેથી ખંડણી સહિતની ત્રાસવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવતો હતો.
એનઆઇએની તપાસમાં જાણવા મળ્યું કે બલજીત સિંહે ખાલિસ્તાની ત્રાસવાદી સતનામ સિંહ સટ્ટાને પણ શસ્ત્રો પૂરા પાડ્યા હતા. બલજીત સિંહ અને સટ્ટા ભારતમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપવા માટે વિદેશી ધરતી પરથી કામ કરતા હતા.
Site Admin | જુલાઇ 19, 2024 2:44 પી એમ(PM) | ઇન્વેસ્ટીગેશન