નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NIXI) એઇન્ટરનેટ ગવર્નન્સ ઇન્ટર્નશિપ અને ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ બે સમાંતર ટ્રેક,છ મહિના અને ત્રણ મહિનાના કાર્યક્રમ સાથે દ્વિવાર્ષિક ઇન્ટર્નશિપ ઓફરકરશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરેક ઇન્ટર્નને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાવિષય નિષ્ણાતો, વિશેષરસ જૂથોના સભ્યો, ઉચ્ચકક્ષાના નિવૃત્ત સરકારી અધિકારીઓ અને માન્ય સંસ્થાઓના ફેકલ્ટી સલાહકારો દ્વારામાર્ગદર્શન આપવામાં આવશે. ઇન્ટર્નને ફરજિયાત આઉટરીચ કાર્યક્રમો ચલાવવા માટે સહાયસાથે દર મહિને 20 હજાર રૂપિયાનું નિશ્ચિત સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ઉમેદવારો NIXI ની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઇન્ટર્નશિપમાટે અરજી કરી શકે છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM)