નેપાળ-તિબેટ સરહદ ઉપરાંત ભારતનાં કેટલાંક રાજ્યોમાં આજે સવારે રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાથી ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ લોબુચેથી 93 કિલોમીટર પૂર્વમાં હતું. માંધ્યમોના અહેવાલ પ્રમાણે ભૂકંપમાં 32 થી વધુ લોકોના મૃત્યુ અને 38 ને ઇજા પહોંચી છે.
અમારા કાઠમંડુનાં પ્રતિનિધી જણાવે છે કે, કાઠમંડુ ખીણમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. શીન્હુઆ સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે તિબેટમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ છે. બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તરભારતનાં કેટલાંક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જોકે,ભારતમાં ભૂકંપથી જાનહાનિનાં કોઈ અહેવાલ નથી.
નેપાળમાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ અથડાતી હોવાથી ભૂકંપની ઘટનાઓ વારંવાર બને છે.
અમારા બાંગ્લાદેશના સંવાદદાતા જણાવે છે કે, ઢાકા અને દેશનાં અન્ય ભાગોમાં 4.9ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો. જોકે જાનહાનિનાં કોઇ અહેવાલ નથી.