નેપાળમાં મંત્રી પરિષદની ગઈકાલે યોજાયેલી બેઠકમાં પૂર અસરગ્રસ્ત સમુદાયોના બચાવ અને રાહત કાર્યમાં વધારો કરવા માટે આપત્તિ રાહત ભંડોળ માટે એક અબજ રૂપિયા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલય તાત્કાલિક એક અબજ નેપાળી રૂપિયા ઉપલબ્ધ કરાવશે. મંત્રીમંડળે તાજેતરમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં 3 દિવસ માટે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવી દેશવ્યાપી શૉક મનાવવાનો નિર્ણય કર્યો છે. મંત્રીમંડળે અંદાજિત નુકસાનનો અંદાજ પ્રધાનમંત્રી કાર્યાલય અને મંત્રીપરિષદને સોંપવાનો નિર્ણય પણ કર્યો છે.સરકારે આગામી તહેવારોને ધ્યાનમાં રાખી જાહેર પરિવહનને યોગ્ય રીતે ચલાવવાનો નિર્ણય પણ કર્યો છે. નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઑલીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભાગ લીધા બાદ અમેરિકાથી પરત આવ્યા પછી તાત્કાલિક બેઠક યોજી હતી.
Site Admin | ઓક્ટોબર 1, 2024 4:04 પી એમ(PM)