નેપાળમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. બાગમતી પ્રાંતના હેતૌડાથી કાઠમંડૂને જોડતો કાંતિ હાઇવે ગઈકાલે અવિરત વરસાદને કારણે અવરોધાયો હતો. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર સમગ્ર નેપાળમાં સક્રીય ચોમાસાના પવનોની અસરને કારણે કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત કોશી, મધેસ, લુમ્બિની, કરનાલી અને પશ્ચિમ પ્રાંતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તો તટિય વિસ્તારોમાં વાવાઝોડાની આશંકા છે. તટિય વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 7:28 પી એમ(PM) | નેપાળ