નેપાળમાં, તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 233 પર પહોંચી ગયો છે જ્યારે 22 લોકો હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 169 લોકો ઘાયલ થયા છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીના જણાવ્યા અનુસાર, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 17 હજાર 120 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સરકારે બચાવ અને રાહત કાર્યને ઉચ્ચ અગ્રતા આપી છે. ક્ષતિગ્રસ્ત પુલો પર કામચલાઉ પુલ બનાવીને આપત્તિગ્રસ્ત હાઈવેના સમારકામ અને પરિવહનના માધ્યમોનું સંચાલન કરવા માટે કામ ચાલી રહ્યું છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 3:14 પી એમ(PM)
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 233 પર પહોંચ્યો
