નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરજૂ રાણા દેઉચા પાંચ દિવસના ભારત પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે.
વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ડૉ. દેઉચાની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે. વધુમાં મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતની પાડોશી પ્રથમ નીતિમાં નેપાળ પ્રાથમિક ભાગીદાર છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સહકારની પ્રગતિની સમીક્ષાની તક ઉભી કરશે. આ ઉપરાંત તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ કરવામાં મદદ મળશે.