નેપાળના વિદેશમંત્રી ડો. આરઝૂ રાણા દેઉબાએ કહ્યું છે કે, તેમની તાજેતરની ભારતની સત્તાવાર મુલાકાત ઘણી સફળ રહી હતી. નેપાળી કોંગ્રેસની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવકમિટીની બેઠકમાં તેમણે કહ્યું કે 18-22 ઓગસ્ટ સુધીની તેમની ભારત મુલાકાતે નેપાળ અનેભારત વચ્ચે સદ્ભાભાવના વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.તેમણે કહ્યુંકે આશા છે કે, આ મુલાકાત બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ, સહકારી, બહુપરિમાણીયઅને ગાઢ સંબંધોને વધુ મજબૂત કરશે. તેમની મુલાકાત દરમિયાન, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી અનેવિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે દ્વિપક્ષીયબેઠક કરી હતી.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:25 પી એમ(PM)