નેપાળના ગૃહ મંત્રાલયેદેશમાં પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોના કારણે અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ કરી છે. મંત્રાલયે કહ્યું છે કેકાઠમંડુ ખીણમાં આ દુર્ઘટનાને કારણે 68 લોકોના મોત થયાછે. તે જ સમયે, બાગમતી ક્ષેત્રમાં 45,કોસી ક્ષેત્રમાં 17 અને મધ્યરાજ્યમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 64 લોકો લાપતા છેઅને 61 ઘાયલ છે. નેપાળના સશસ્ત્ર દળોએ અત્યાર સુધીમાં ત્રણ હજારછસો 26 લોકોને સુરક્ષિત બચાવી લીધા છે. કાવરેપાલચોકવિસ્તારના વિવિધ સ્થળોએથી 193 લોકોને લશ્કરીહેલિકોપ્ટરની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે સૈન્યદળો છેલ્લા બે દિવસથી બચાવ કાર્યમાં લાગેલા છે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 7:04 પી એમ(PM) | નેપાળ