નેપાળના કાઠમંડુમાં આજે ભારત નેપાળ સરહદ સુરક્ષા સમન્વય અંગે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. જે સોમવાર સુધી ચાલશે. આ બેઠકમાં સરહદ ઉપર ગુનાખોરી અને અન્ય દેશોના નાગરિકોના ગેરકાયદે પ્રવેશ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. નેપાળે સરહદી વિસ્તારોમાં ગુનાખોરીને અંકુશમાં લેવા, આવકની ખોટ, નાર્કોટિક્સ અને માનવ તસ્કરીને નિયંત્રિત કરવા માટે માહિતીના આદાન-પ્રદાનની દરખાસ્તો રજૂ કરી છે. ભારતના સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક અમૃત મોહન પ્રસાદે નેપાળના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં સશસ્ત્ર પોલીસ દળોના વડા સહિત ઉચ્ચ સ્તરીય સુરક્ષા અધિકારીઓ, ગૃહ મંત્રાલય, રાષ્ટ્રીય તપાસ વિભાગ, સર્વે વિભાગ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.
Site Admin | નવેમ્બર 18, 2024 2:32 પી એમ(PM)