નેપાળના આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગડેલે આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેઓએ દ્વિપક્ષીય સંબંધોને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શ્રી સિંઘે નેપાળ આર્મીની ક્ષમતા વધારવા તેમજ સંરક્ષણ સાધનો અને સંસાધનો માટેની તાલીમ, નિયમિત કવાયતો, વર્કશોપ અને સેમિનાર સહિત સંરક્ષણ સહયોગના વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી.
મંત્રીએ નેબરહુડ ફર્સ્ટ પોલિસીના અનુસંધાનમાં પડોશી રાષ્ટ્રો સાથેના સંબંધોને મજબૂત કરવાના ભારતના ઈરાદાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે એ પણ જણાવ્યું કે, નજીકના પડોશીઓ તરીકે, ભારત અને નેપાળ પારસ્પરિક પડકારો સંબંધિત ઘણા મુદ્દાઓ પર સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 7:10 પી એમ(PM) | નેપાળ