ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 15, 2024 7:10 પી એમ(PM) | પ્રાકૃતિક કૃષિ સંવાદ

printer

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો જેમાં 150 જેટલા ખેડૂતોએ ભાગ લીધો. આ પ્રસંગે ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી આવનારા સમયમા વરદાનરૂપ સાબિત થશે.
વધુમાં તેમણે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની પ્રાકૃતિક કૃષિ ઉત્કર્ષ પહેલની નવીન પદ્ધતિને બિરદાવી સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે ઉમેર્યું કે આ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લાના 4 હજાર 7 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રમાણપત્ર મળેલ છે. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા પાંચ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરાયું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ