જળ વ્યવસ્થાપન, સંરક્ષણ અને તેના સાતત્યપૂર્ણ ઉપયોગ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા ઊભી કરવા નીતિ આયોગ આજથી 15 દિવસીય ‘જલ ઉત્સવ’ શરૂ કરશે. પ્રધાનમોદી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી 3જી મુખ્ય સચિવોની પરિષદ દરમિયાન ‘નાડી ઉત્સવ’ની તર્જ પર ‘જલ ઉત્સવ’નો વિચાર રજૂ કર્યો હતો. નીતિ આયોગે જણાવ્યું કે, રાષ્ટ્રીય જલ જીવન મિશન, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, જલ શક્તિ મંત્રાલય સાથે ભાગીદારીમાં આજથી થી 24 નવેમ્બર દરમિયાન 20 મહત્વકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સમાં, જલ ઉત્સવનો અમલ કરવામાં આવી રહ્યો છે. 20 રાજ્યોમાં શરૂ થઈ રહેલા આ ઉત્સવમાં જળ સંસાધનોના જાળવણી અને સંરક્ષણમાં સમુદાયની ભાગીદારીની કલ્પના કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ઘરોમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને એજન્સીઓમાં પાણી વ્યવસ્થાપન પ્રત્યે જવાબદારીની ભાવના પેદા કરવાનો છે. શાળાના વિદ્યાર્થીઓને આ પહેલમાં જોડવામાં આવી રહ્યા છે, જેનાથી તેઓ પરિવારો અને સમુદાયોમાં પાણીની ઉપયોગિતા માટે જાગૃતિનું વહન કરવા સશક્ત બનશે. પખવાડિયા સુધી ચાલનારા આ ઉત્સવની શરૂઆત ‘જલ બંધન’ કાર્યક્રમ સાથે થશે – જેમાં પ્રતિકાત્મક રીતે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સ્થાનિક નેતાઓ દ્વારાવિવિધ જળ સંપતિ પર પવિત્ર દોરો બાંધવામાં આવશે. તેઓ તેમના બ્લોક્સ અને જિલ્લાઓની ” જલ સંપદા પર ફેક્ટ શીટ” પણ લોન્ચ કરશે.
Site Admin | નવેમ્બર 6, 2024 9:46 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #JalUtsav #akashvaninews #akashvani #NITIAayog #PMOIndia #Water #WaterConservation | newsupdate