ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 6:10 પી એમ(PM) | નીતિ આયોગ

printer

નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગ ટ્રેડ વોચ ક્વાર્ટરલી રિપોર્ટ લોન્ચ કર્યો

નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગ ટ્રેડ વોચ ક્વાર્ટરલી રિપોર્ટ લોન્ચ કર્યો હતો. નાણાકીય વર્ષ 2025ના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક ગાળાનો ત્રિમાસિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અહેવાલમાં પ્રકાશ પાડવામાં આવ્યો છેકે 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં એપ્રિલ-સપ્ટેમ્બર 2024માં ભારતનો કુલ વેપાર 5.67ટકા વધ્યો હતો, જેમાં નિકાસમાં 5.23 ટકાનો વધારો થયો હતો અને આયાતમાં વાર્ષિક ધોરણે 6.07 ટકાનોવધારો થયો હતો. અહેવાલ જણાવે છે કે દેશની વેપારી નિકાસ છેલ્લા છ મહિનામાં દર મહિને સરેરાશ 35.4 અબજ ડોલરની સ્થિર રહી છે, જ્યારે ઓગસ્ટમાં આયાત સરેરાશ 57.8 અબજ ડોલર રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ