નીટ – યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલાની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે. ગઈકાલે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- NTAએ સોગંદનામું દાખલ કર્યું હતું. અગાઉ આઠમી જુલાઈના રોજ આ કેસમાં થયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને NTAને આ મામલે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, IIT મદ્રાસના નિષ્ણાતો દ્વારા માહિતીનું પૃથ્થકરણ કરાયું છે, જે અનુસાર પરીક્ષામાં મોટા પાયે ગેરરિતિના કોઈ જ સંકેત નથી. નીટ પેપર લીકના ટેલિગ્રામ ગ્રૂપમાં ફરી રહેલા વાઇરલ વીડિયો નકલી હોવાનું NTAએ અદાલતને જણાવ્યું હતું.
કેન્દ્ર અને NTA એ તેમના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે, સમગ્ર પરીક્ષાની વિશ્વસનીયતા સાથે કોઈ ચેડાં નથી થયા, કે જેથી પુનઃપરીક્ષાની ખાતરી આપી શકાય.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ સહિત ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ વિદ્યાર્થીઓ દ્વારા પુન: પરીક્ષા કરાવવા સંદર્ભેની વિવિધ અરજીઓની સુનાવણી કરી રહી છે.
Site Admin | જુલાઇ 11, 2024 4:22 પી એમ(PM) | નીટ