કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે, નીટ યુજી પરીક્ષા પધ્ધતિના નિર્ધારીત નિયમોનો ભંગ થયો હોય તેવું જણાવ્યું નથી આથી પુનઃ પરિક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. શિક્ષણમંત્રીએ સોશ્યલ મિડિયા પર જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પારદર્શક, હસ્તક્ષેપ વિનાની અને કોઇપણ ખામી વિનાની પરીક્ષા પધ્ધતિ માટે કટિબદ્ધ છે. આ હેતુથી નિષ્ણાતો દ્વારા કરાયેલી ભલામણોનો અમલ કરાશે. મંત્રીએ કહ્યું કે સર્વોચ્ચ અદાલતના અવલોકન અને આદેશથી આ પરિક્ષા અંગે કરાતા અપપ્રચારનો નિષેધ થય્ છે. તેમણે સખત પરિશ્રમ કરતાં વિદ્યાર્થીના હિતોનું રક્ષણ કરવા બદલ સર્વોચ્ચ અદાલતનો આભાર માન્યો હતો. શ્રી પ્રધાને કહ્યું કે, કેન્દ્રસરકાર સર્વોચ્ચ અદાલતના પરિક્ષાને લગતા ચૂકાદાનો અક્ષરસઃ અમલ કરશે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 8:00 પી એમ(PM) | કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન | નીટ યુજી પરીક્ષા