ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 5, 2024 9:51 એ એમ (AM) | Akashvani | Gujarat | newsupdate | topnews

printer

નીટ-યુજી પરિક્ષા રદ ન કરવા ગુજરાતના 56 સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી

ગત મે મહિનામાં યોજાયેલ NEET-UG 2024 પરીક્ષામાં કથિત પેપરલીક અને ગેરરીતીના કારણે પરીક્ષા રદ કરવા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીઓ વિરૂદ્ધ ગુજરાતના 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન કરવાની માંગ કરી છે.

આગામી 8 જુલાઇએ થનાર સુનાવણી પૂર્વે આ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAને ફરી પરીક્ષા ન યોજવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળ આ સુનાવણી હાથ ધરાશે. ઉમેદવારોના કહ્યા મુજબ જો આ પરીક્ષા ફરીથી લેવાશે તો મહેનતુ અને પ્રામાણીક વિદ્યાર્થીઓએ અન્યાય થશે. વિદ્યાર્થીઓએ ગેરરીતી આચરનારા ઉમેદવારોને કડક સજા કરવાની પણ માંગ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ