નીટ-યુજી પ્રવેશ પરિક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાનાં કેસમાં સીબીઆઇએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. કોલેજની 2023ની બેચની એમબીબીએસ વિદ્યાર્થિની સુરભી કુમારીની સઘન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઇએ તેની પાસેથી મોબાઇલ, લેપટોપ અને અન્ય વીજાણુ ઉપકરણો જપ્ત કર્યા છે. ઝારખંડનાં રામગઢ જિલ્લાની વતની સુરભિ કુમારીએ આ કેસનાં આરોપીઓ માટે નીટ પરિક્ષાનાં પ્રશ્નપત્રો ઉકેલ્યા હોવાનું કહેવાય છે.
Site Admin | જુલાઇ 19, 2024 2:13 પી એમ(PM) | નીટ યુજી
નીટ-યુજી નું પ્રશ્નપત્ર લીક થવાનાં કેસમાં સીબીઆઇએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની એક વિદ્યાર્થીની ધરપકડ કરી
