નીટ પરીક્ષા ગેરરીતિ સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત રહી છે. સીબીઆઈએ ગોધરાની જય જલારામ શાળાનાસંચાલક દિક્ષિત પટેલ અને અન્ય 4 આરોપીઓને સાથે રાખીને પૂછપરછકરી નિવેદન લીધા હતા. દરમિયાન ગુજરાત અને અન્યરાજ્યોના વિદ્યાર્થીઓને નોટીસ આપી બોલાવીને પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ આરોપીઓમાં ગોધરા નીટ પરીક્ષાના કેન્દ્ર ખાતેડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ તરીકે તુષાર ભટ્ટ ફરજ બજાવતા હતા. આ કેન્દ્રમાં નીટનીપરીક્ષા દરમિયાન ચોરી કરાવવા વચેટિયાની ભૂમિકા ભજવનાર આરીફ નુર મોહમ્મદ વોરા અનેઆનંદ વિભેશ્વર પ્રસાદ, ગોધરાના નીટ પરીક્ષાના કેન્દ્ર ખાતેસીટી કો-ઓર્ડીનેટર તરીકે પુરુષોત્તમ શર્માની જવાબદારી હતી.
Site Admin | જુલાઇ 2, 2024 7:47 પી એમ(PM) | નીટ