લોકસભાના અધ્યક્ષ ઑમ બિરલાએ જણાવ્યું કે, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક – CAG એ સંપૂર્ણ રીતે પારદર્શકતાથી કામ કરી રહ્યું છે અને તેની વિશ્વસનીયતા અને પ્રમાણિકતા સમગ્ર વિશ્વમાં વખણાઈ રહી છે.’ નવી દિલ્હીમાં ચોથા ઑડિટ દિવસને સંબોધતા શ્રી બિરલાએ આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વિવિધ દેશમાંથી આવતા લોકો ભારતની ઑડિટ વ્યવસ્થાનો અભ્યાસ કરવા આવે છે. આ મુલાકાતીઓ ભારતીય પ્રણાલીથી શીખે છે અને તેને પોતાના દેશમાં લાગુ કરવાનો પ્રયાસ કરે છે.
દર વર્ષે 16 નવેમ્બરે CAGની સ્થાપના અને સુશાસન, પારદર્શકતા અને જવાબદારીમાં તેના યોગદાનની યાદમાં ઑડિટ દિવસ મનાવવામાં આવે છે.
Site Admin | નવેમ્બર 16, 2024 2:51 પી એમ(PM) | અધ્યક્ષ