નારી વંદન ઉત્સવ 2024ની રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી કરવામાં આવી.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા ‘‘નારી વંદન ઉત્સવ’’ સપ્તાહ અન્વયે “મહિલા કર્મયોગી દિન”ની ઉજવણી કરવામાં આવી.
નારી વંદન ઉત્સવ અંતર્ગત મહેસાણાના દેદીયાસન ખાતે મહિલા કર્મયોગી દિવસ ની ઉજવણી કરવામાં આવી.
બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને મહિલા કલ્યાણકારી યોજના, મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી, સાઇબર ફ્રોડ તેમજ પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં જિલ્લા કલેકટર એ.આર.જહાની ઉપસ્થિતિમાં “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણીના ભાગરૂપે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 જાગૃતિ સેમિનાર યોજાયો. જેમાં કલેક્ટરે મહિલાઓને માર્ગદર્શન આપ્યું.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:03 પી એમ(PM)