નાના ભૂલકાઓથી લઈ સૌ કોઈ પંતગ રસીયાઓ આજે વાસી ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે.ગઈકાલે ઉત્તરાયણના દિવસે અબાલવૃદ્ધ સહિત દરેક વ્યક્તિએ પતંગ ચગાવીને મોજ માણી હતી. પરંતુ આ તહેવારની મજા અબોલ પશુ-પક્ષીઓ માટે સજા બની જાય છે.ત્યારે પતંગની દોરીથી ઘણા પક્ષીઓ ઘાયલ થયા છે.જેમની સારવાર માટે વહેલી સવારથી જ ઉત્તરાયણના દિવસો દરમિયાન રેસ્ક્યૂ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.અનેક સામાજિક સંસ્થાઓએ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલા પશુ પક્ષીઓના જીવ બચાવવાનું કાર્ય કર્યું છે.
મહિસાગર જિલ્લામાં દોરીના કારણે ઈજાગ્રસ્ત થયેલ 80થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી.
સુરેન્દ્રનગર જિલ્લામાં પક્ષીઓની સુરક્ષા માટે કરુણા અભિયાન-૨૦૨૫ શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે જિલ્લામાં વિશેષ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જે અંતર્ગત સારવાર કેન્દ્રોની નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ મુલાકાત લીધી હતી.અત્યાર સુધીમાં 12 જેટલા પક્ષીને સારવાર આપવામા આવી હતી જયારે એક પક્ષીનું ઘટના સ્થળે મૃત્ય થયું હતું.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:22 એ એમ (AM) | ઉત્તરાયણ