નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન રૂલ્સ 1956માં સુધારો
કર્યો છે, જેને પગલે જાહેર ભારતીય કંપનીઓ GIFT ઈન્ડિયન ફાઈનાન્સિયલ સિસ્ટમ
કોડ પર સિક્યોરિટીઝનું સીધું લિસ્ટિંગ કરી શકશે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા સુધારાઓ ભારતીય સ્ટાર્ટ-
અપ્સ અને ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ માટે વૈશ્વિક મૂડીની સરળ પહોંચની સુવિધા
આપે છે. આનાથી ભારતીય કંપનીઓને અન્ય બજારોમાં તેમની હાજરી વિસ્તારવા
માટેના માર્ગો શોધવામાં ફાયદો થશે. મંત્રાલયે ગઈકાલે આ સંદર્ભમાં ગેઝેટ
નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
નિયમો મુજબ, IFSC માં ફક્ત આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો પર સૂચિબદ્ધ
કરવા ઇચ્છતી જાહેર ભારતીય કંપનીઓ માટે ઑફર દસ્તાવેજ મુજબ ન્યૂનતમ ઑફર
અને જાહેર જનતાને ફાળવણી પોસ્ટ-ઇશ્યૂ મૂડીના ઓછામાં ઓછા 10 ટકા હશે.