ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 16, 2024 2:29 પી એમ(PM) | નિર્મલા સીતારામન

printer

નાણા અને કૉર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન આજથી મેક્સિકૉ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે જશે

નાણા અને કૉર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન આજથી મેક્સિકૉ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે જશે.તેઓ આવતીકાલથી 20 ઑક્ટોબર સુધી મેક્સિકૉના “સિલિકૉન વેલી” ગુઆડાલજરા ખાતે યોજાનારી ટેક લીડર્સ રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા કશે.નાણામંત્રી મેક્સિકૉના નાણા અને જાહેર ધિરાણ મંત્રી રોજેલિયારમિરેઝ ડે લા ઑ સાથે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મેક્સિકન સંસદના સભ્યો સાથે ચર્ચા કરશે.મેક્સિકૉ શહેરમાં સીતારામન ભારત-મેક્સિકૉ વેપાર અને રોકાણ સંમેલનમાં બંને દેશના મુખ્ય ઉદ્યોગોના અગ્રણીઓને સંબોધિત કરશે.તેઓ ભારતીય ડાયસ્પોરા દ્વારા એક સમુદાય કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.આ પ્રવાસના બીજા તબક્કામાં સીતારામન 20 થી 26 ઑક્ટોબર સંયુક્ત રાજ્ય અમેરિકાની મુલાકાત લેશે, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકો, જી-20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર FMCBGની ચોથી બેઠકમાં ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ