નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- વિશ્વનો સૌથી મોટો મુદ્દો રોજગાર સર્જનનો છે.નાણા મંત્રાલયે શુક્રવારે ‘એક્સ’ પોસ્ટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રીએ ગુરુવારે વિશ્વ બેંકની બેઠકમાં કહ્યું હતું કે, રોજગાર નિર્માણ એ વિશ્વભરમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે.સીતારમણે ‘વર્લ્ડ બેંકે તેની ભાવિ વ્યૂહાત્મક દિશા કેવી રીતે નક્કી કરવી જોઈએ અને ગ્રાહકોને ઉભરતા મેગાટ્રેન્ડ્સ સાથે તાલમેલ જાળવી રાખવા માટે વધુ નોકરીઓ ઊભી કરવામાં મદદ કરવી જોઈએ’ તેના પર ચર્ચામાં જણાવ્યું હતું.નાણામંત્રીએ કહ્યું કે, વિશ્વ બેંકે અગાઉ પ્રાદેશિક વલણો અને રોજગાર પર તેમની સંભવિત અસર અંગે ઘણા અભ્યાસ હાથ ધર્યા છે. આમાં, ‘ગ્રીન જોબ્સ’, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દાખલ થયા પછીની નોકરીઓ અને બદલાતી ડેમોગ્રાફી વગેરેને કારણે થતા ફેરફારો જેવા ક્ષેત્રો પર અભ્યાસ કરવામાં આવ્યો છે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમયની જરૂરિયાત વધુ વ્યાપક, બહુ-ક્ષેત્ર વિશ્લેષણ હાથ ધરવાની છે.
Site Admin | ઓક્ટોબર 25, 2024 7:44 પી એમ(PM)
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- વિશ્વનો સૌથી મોટો મુદ્દો રોજગાર સર્જનનો છે
