નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંત પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે અને ગુરુવારે સમરકંદમાં યોજાનારી બેઠકમાં ભાગ લેશે.
ભારત AIIBનું બીજું સૌથી મોટું શેરધારક છે. સુશ્રી સીતારમણ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર પણ હસ્તાક્ષર કરશે. તેઓ ઉઝબેકિસ્તાન, કતાર, ચીનના નાણામંત્રીઓ અને AIIB ના પ્રમુખ સાથે પણ દ્વિપક્ષીય બેઠકો કરશે. તેઓ ઉઝબેકિસ્તાનમાં વસતા વિવિધ ક્ષેત્રનાં ભારતીય મૂળનાં અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 3:22 પી એમ(PM)
નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાન પહોંચ્યા
