નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણા પંચે આગામી 25 વર્ષમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોજનાઓ તૈયાર કરી છે.ચેન્નાઈમાં ચેન્નાઈ સિટીઝન્સ ફોરમને સંબોધતા તેમણે કહ્યું, કુદરતી આફતોના પાસાઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શ્રીમતી સીતારમણે કહ્યું કે, અમેરિકાની ટેરિફ નીતિ જેવા બાહ્ય પડકારો પણ છે. તેમણે યુક્રેન યુદ્ધ, ચીનના વેપારમાં આંતરરાષ્ટ્રીય ઉતાર-ચઢાવ સહિત અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. નાણાં મંત્રીએ જણાવ્યું કે, 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓનો વિકાસ કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે, 109 પછાત જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદન વધે. શ્રીમતી સીતારમણે કહ્યું કે, કૃત્રિમ બુદ્ધિ અને નવીનતાને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
Site Admin | માર્ચ 23, 2025 8:57 એ એમ (AM)
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, નાણા પંચે આગામી 25 વર્ષમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોજનાઓ તૈયાર કરી.
