ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 6:34 પી એમ(PM) | નાણાકીય વર્ષ 2024-25

printer

નાણાકીય વર્ષ 2024-25માં, ટેક્સ રિફંડ 46.31 ટકા વધીને રૂ. 3.08 લાખ કરોડ થશે તેમ નાણા મંત્રાલયે જાહેરાત કરી છે

નાણાકીય વર્ષ 2024-25માં, ટેક્સ રિફંડ 46.31 ટકા વધીને રૂ. 3.08 લાખ કરોડ થશે તેમ નાણા મંત્રાલયે જાહેરાત કરી છે..
કેન્દ્રીય નાણા મંત્રાલયે, ગુરુવારે નાણાકીય વર્ષ 2024-25 માટે ટેક્સ રિફંડ જારી કરવામાં સુધારાની જાહેરાત કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 27 નવેમ્બરની વચ્ચે 3.08 લાખ કરોડ રૂપિયાના રિફંડ જારી કરવામાં આવ્યા છે, જે નાણાકીય વર્ષ 2023-24ના સમાન સમયગાળાની તુલનામાં 46.31 ટકા વધુ છે.
નાણા મંત્રાલયે એક્સ પોસ્ટ પર જણાવ્યું કે, ઈન્કમ ટેક્સ રિટર્ન્સ પોર્ટલ, એક સેકન્ડમાં 900 થી વધુ ફાઇલિંગ અને એક દિવસમાં લગભગ 70 લાખ ઈન્કમ ટેક્સ રિટર્ન હેન્ડલ કરે છે. આ વર્ષે, મૂલ્યાંકન વર્ષ 2024-25 માટે એક જ દિવસમાં 1.62 કરોડથી વધુ આઈટીઆરની પ્રક્રિયા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ