નાણાકીય વર્ષ 2023-2024માં દેશમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા છે. સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા 88 કરોડથી વધીને 95 કરોડ થઈ ગઈ છે. 2023-2024 દરમિયાન ટેલિકોમ સેક્ટરમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા- TRAIના વાર્ષિક અહેવાલ મુજબ, દેશમાં ટેલિફોન ગ્રાહકોની સંખ્યા ગયા વર્ષના માર્ચના અંતમાં 117 કરોડથી વધીને આ વર્ષના માર્ચના અંતે લગભગ 120 કરોડ થઈ ગઈ છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 11:48 એ એમ (AM)