નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક દળો દેશના નાગરિકોમાં સેવાનો ભાવ જન્માવે છે એમ કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું.
ગઈ કાલે ગાંધીનગરમાં ‘૧૪મી ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ કોન્ફરન્સ’નો શુભારંભ કરાવતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આગામી ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહ સંરક્ષણ દળો માટે નવું ચાર્ટર પણ તૈયાર કરવામાં આવશે જેમાં આપાતકાલીન સમયે તેમનું યોગદાન, વાહનવ્યવહાર, ટ્રાફિક-સંચાલનની સંસ્થાકીય વ્યવસ્થા, નાગરીકોની સુરક્ષા અને મનોબળ કેવી રીતે વધારવું તેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવશે.
દરમિયાન શ્રી શાહે ગઈકાલે ગાંધીનગરમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 116 કરોડ 42 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિનું વિતરણ કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 23, 2024 8:40 એ એમ (AM)