મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોએ પોતાની રજૂઆત માટે “સ્વાગત” કાર્યક્રમમાં આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા અધિકારીઓને સલાહ આપી છે. ગાંધીનગરમાં આજે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીની યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સ્થળ મુલાકાતમાં લોકોની રજૂઆતો અને ફરિયાદો ધ્યાને આવે તેના નિવારણની સાથે અધિકારીઓ અને કર્મચારીઓના વ્યવહાર વર્તનની પ્રતિક્રિયા મેળવી સુશાસનની દિશામાં વધુ સક્રિય થઈએ.
Site Admin | ડિસેમ્બર 20, 2024 7:14 પી એમ(PM)
નાગરિકોને પોતાની રજૂઆત માટે “સ્વાગત” કાર્યક્રમમાં આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને સલાહ.
