ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 6, 2025 8:08 પી એમ(PM) | ક્રિકેટ

printer

નાગપુરનાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઇંગલેન્ડનાં 248 રનના જવાબમાં છેલ્લાં અહેવાલ પ્રમાણે 32 ઓવરમાં. 3 વિકેટે 213 રન બનાવ્યા

નાગપુરનાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઇંગલેન્ડનાં 248 રનના જવાબમાં છેલ્લાં અહેવાલ પ્રમાણે 32 ઓવરમાં. 3 વિકેટે 213 રન બનાવ્યા છે. અગાઉ, ઇંગલેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
કેપ્ટન જોસ બટલરે 52 અને જેકોબ બેથેલે 51 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આજે યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાએ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં પદાર્પણ કર્યું હતું. ઘુંટણની ઇજાને કારણે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે.
શ્રેણીની બીજી મેચ રવિવારે કટકમાં અને ત્રીજી તથા અંતિમ મેચ 12મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ