ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 7:20 પી એમ(PM)

printer

નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ ઝામફારા રાજ્યમાં એક લશ્કરી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 નાગરિકો માર્યા ગયા

નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ ઝામફારા રાજ્યમાં એક લશ્કરી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 નાગરિકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તેમણે ગુનાહિત ગેંગ સમજીને આહુમલો કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર,પીડિતો સ્થાનિક ચોકીદાર જૂથોના સભ્યો હતા અને ડાકુઓનેભગાડીને તેમના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર બોમ્બ વિસ્ફોટ થયો.તાજેતરના વર્ષોમાં નાઇજીરીયાના સુરક્ષા દળો ઉત્તરપશ્ચિમ અને મધ્ય રાજ્યોમાંઆતંક ફેલાવનાર ગુનાહિત ગેંગ સામે લડી રહ્યા છે. આ ડાકુઓ ગામડાઓ પર હુમલો કરે છે, ઘરોમાં આગ ચાંપે છે, ખંડણી માટે રહેવાસીઓને મારી નાખે છે અને અપહરણ કરે છે. નાઇજિરિયન હવાઈદળે કહ્યું કે નાગરિકની જાનહાનિની તપાસ કરવામાં આવી રહી છે. હવાઈદળેએમ પણ કહ્યું કે આ કાર્યવાહીમાં ઘણા ડાકુઓ પણ માર્યા ગયા અને કેટલાક અપહરણ કરાયેલાલોકોને મુક્ત કરવામાં આવ્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ