નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી અનુપમ કૈથવાસે જણાવ્યું કે, આ કાર્યક્રમને કારણે જિલ્લા કક્ષાના વિજેતાઓને રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં અને ત્યારબાદ રાષ્ટ્રીય યુવા ઉત્સવ-2025, નવી દિલ્હીમાં ભાગ લેવાની તક મળશે. જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં યુવાનોએ આઠ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
Site Admin | ડિસેમ્બર 23, 2024 3:40 પી એમ(PM)