નવ કોલસાની ખાણોની ઈ-હરાજીનો 10મો તબક્કો ગઈકાલે શરૂ થયો હતો.
કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે પાંચ કોલસાની ખાણો હરાજી માટે મૂકવામાં આવી હતી. આ તમામ ખાણોનો કુલ ભૌગોલિક ભંડાર 2 અબજ 63 કરોડ ટનથી વધુ છે. મંત્રાલયે કહ્યું કે આ કોલસાની ખાણોથી દર વર્ષે એક હજાર 106 કરોડ રૂપિયાથી વધુની આવક થશે અને 16 હજારથી વધુ લોકો માટે રોજગારીની તકો ઊભી થશે.
Site Admin | નવેમ્બર 22, 2024 2:35 પી એમ(PM) | કોલસા
નવ કોલસાની ખાણોની ઈ-હરાજીનો 10મો તબક્કો ગઈકાલે શરૂ થયો
