નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર કરાયાની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગે કરી છે. જે અનુસાર રાજ્યમાં ધોરણ 1 થી 12માં આગામી વર્ષથી અલગ અલગ વિષયના 20 જેટલા પુસ્તકો બદલાશે. કેટલાક પુસ્તકમાં કેટલાક પ્રકરણમાં ફેરફાર કરાયા છે, તો કેટલાક વર્ગોમાં આખુય પુસ્તક બદલાવામાં આવશે. જેમાં ધોરણ 1 અને 2માં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાના નવા પુસ્તકોનો સમાવેશ કરાશે. ઉપરાંત ધોરણ 3 અને 6માં પર્યાવરણ અને વિજ્ઞાનના નવા પુસ્તકો, જ્યારે ધોરણ 8માં તમામ માધ્યમમાં ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો દ્વિભાષી કરવામાં આવશે. ધોરણ 12માં અર્થશાસ્ત્રનું નવું પુસ્તક ઉમેરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 3:37 પી એમ(PM) | શિક્ષણ