નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર જાહેર કર્યા છે. તે અનુસાર રાજ્યમાં રાજ્યમાં ધોરણ 1થી 12માં આગામી વર્ષથી અલગ અલગ વિષયના 20 જેટલા પુસ્તકો બદલાશે. કેટલાક પુસ્તકમાં કેટલાક પ્રકરણમાં ફેરફાર કરાયા છે, તો કેટલાક વર્ગોમાં આખુય પુસ્તક બદલાવામાં આવશે. જેમાં ધોરણ 1 અને 2માં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાના નવા પુસ્તકોનો સમાવેશ કરાશે.
ઉપરાંત ધોરણ 3 અને 6માં પર્યાવરણ અને વિજ્ઞાનના નવા પુસ્તકો, જ્યારે ધોરણ 8માં તમામ માધ્યમમાં ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો દ્વિભાષી કરવામાં આવશે. ધોરણ 12માં અર્થશાસ્ત્રનું નવું પુસ્તક ઉમેરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 8:47 એ એમ (AM)