ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 2, 2025 3:29 પી એમ(PM)

printer

નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગઈકાલે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે.
આ અંતર્ગત મહેસાણા, નવસારી, નડિયાદ, વાપી, આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ