નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે. આ પરિષદમાં ભોજન, પોષણ અને આરોગ્યના ક્ષેત્રે મહિલાઓની ભૂમિકા કેન્દ્રમાં રહેશે.
કેન્દ્રિય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પરિષદનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, આરોગ્ય અને પોષણ એ મહત્વના પરિબળો સિવાય વિકસિત ભારતની સંકલ્પના શક્ય નથી.
કેન્દ્રિય ગ્રામીણવિકાસ રાજયમંત્રી ચંદ્રશેખરે જણાવ્યું કે, સ્વસહાય જૂથ એ દેશના વિકાસની કરોડરજ્જુ સમાન છે. આ પ્રસંગે નિતી આયોગના સભ્ય ડૉ,વી.કે.પોલે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અંગે માહીતી આપી હતી. તેમણે કહ્યું કે, નાગરિકો તંદુરસ્ત હશે તો દેશ આપમેળે વિકસિત બનશે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, આ પરિષદમાં દેશભરના સ્વસહાય જૂથની મહિલા પ્રતિનિધિઓ ભાગ લઇ રહી છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 7:31 પી એમ(PM) | નવી દીલ્હી
નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે
