નવી દીલ્હીમાં એસોચેમ પર્યાવરણ અને કાર્બન પરિષદ આજે યોજાઇ ગઇ.કેન્દ્રિય પર્યાવરણ રાજયમંત્રી કીર્તીવર્ધનસિંહે આ પરિષદનું ઉદઘાટન કર્યું હતું.ઉદઘાટન સત્રમાં તેમણે કહ્યું કે, આબોહવામાં પરિવર્તન એ વૈશ્વિક સમસ્યા બની છેત્યારે કેન્દ્ર સરકારે તેની અસરોથી દેશને બચાવવા ઘણા પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર અસર કરનારી આસમસ્યાનો ઉકેલ મેળવવા સઘન પ્રયાસોની તાતી જરૂર છે. તેમણે કહ્યું કે, દેશમાંપર્યાવરણને લગતી સમસ્યા ઉકેલવા ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રોને જરૂરી સમર્થન આપવાકેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, આજની આ પરિષદમાં દેશભરનાઉદ્યોગો તેમજ પર્યાવરણ અને સંશોધન સંસ્થાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો
Site Admin | ઓગસ્ટ 29, 2024 7:56 પી એમ(PM)
નવી દીલ્હીમાં એસોચેમ પર્યાવરણ અને કાર્બન પરિષદ આજે યોજાઇ ગઇ.
