ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 1:28 પી એમ(PM) | jtt | jwd meeting | Nepal India | New Delhi

printer

નવી દિલ્હી: 21-22 જાન્યુઆરીએ નેપાળ-ભારત જેટીટી અને જેડબ્લ્યુડીની બેઠક યોજાશે

નેપાળ-ભારત જેટીટી અને જેડબ્લ્યુડીની બેઠક, 21 અને 22 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાશે. ઉર્જા ક્ષેત્ર પર નેપાળ-ભારત વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હીમાં યોજાશે. દર 6 મહિને યોજાતી આ બેઠક આ વખતે એક વર્ષ પછી યોજાવાની છે. આ પહેલા, સંયુક્ત સચિવના નેતૃત્વમાં જેડબ્લ્યુડી ગયા વર્ષે 2 જાન્યુઆરીએ મળ્યું હતું અને સચિવના નેતૃત્વમાં સંયુક્ત નિર્દેશકો સમિતિ, જેએસસી ત્રીજી જાન્યુઆરી, 2024ના રોજ મળી હતી. ઉર્જા મંત્રાલયના વરિષ્ઠ ઉર્જા નિષ્ણાત પ્રબલ અધિકારીએ જણાવ્યું હતું કે,” વર્તમાન બેઠકમાં, નેપાળ અને ભારત વચ્ચે બાંધવામાં આવનારી બે હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનના બાંધકામ અને રોકાણ ફોર્મેટ પર ચર્ચા કરવામાં આવશે અને જો શક્ય હોય તો, એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ