ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકોના મોત અનેક લોકો ઘાયલ

દિલ્હીમાં, ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકો માર્યા ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે અધિકારીઓએ જણાવ્યું કે, ભાગદોડ પહેલા, પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ચઢવા માટે મુસાફરોનો ભારે ધસારો હતો.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું મુસાફરોના અચાનક ધસારાને કારણે આ ઘટના બની છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ ઘટનાથી વ્યથિત છે. તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે તથા ઘાયલોના ઝડપી સજા થાય એવી પ્રાર્થના કરી છે. શ્રી મોદીએ કહ્યું કે અધિકારીઓ પ્રભાવિત તમામ લોકોને મદદ કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેમણે શ્રી વૈષ્ણવ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે આ ઘટના અંગે વાત કરી છે. દરેકને શક્ય તેટલી મદદ પૂરી પાડવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ઘાયલોને આપવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ