નવી દિલ્હી ખાતે યોજાયેલી ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભુપેન્દ્ર પટેલે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ૫૦ મીટર ફ્રી પિસ્તોલ સ્પર્ધામાં ૬૦૦ માંથી ૪૮૭ પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.. ભારતભરમાંથી સાત હજાર ૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો..
ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ૧૬ જેટલા ચંદ્રક અને રાજ્યકક્ષાએ ૨૫ એમ કુલ ૪૧ જેટલા એવોર્ડ મેળવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:21 પી એમ(PM)