પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની નવમી બેઠક સંપન્ન થઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત @૨૦૪૭ રોડમેપ તૈયાર કર્યો છે તેમ પણ તેમણે બેઠકમાં જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લક્ષ્યો સિદ્ધ કરવા માટેની થિંક ટેંક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સ્ફોર્મેશન-GRIT(ગ્રિટ)-ની સ્થાપના કરવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ પી.એમ. ગતિશક્તિ, આરોગ્ય, નારી ગૌરવનીતિ, શ્રીઅન્ન, પ્રાકૃતિક ખેતી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, એમ.એસ.એમ.ઈ., અમૃત સરોવર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રાજ્ય સરકાર દ્વારા થઇ રહેલી કામગીરીને વર્ણવી હતી.ગુજરાતમાં દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન,સેમિકન્ડક્ટર્સ બ્લોકચેઈન અને એ.આઈ. વગેરે જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં આજની યુવા પેઢીને તાલીમબદ્ધ કરવાના પ્રયાસો પર રાજ્ય સરકારે ફોકસ કર્યો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. ખેતી, બિન ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગુજરાતમાં થઇ રહેલી કામગીરીને બેઠકમાં વર્ણવી હતી.
Site Admin | જુલાઇ 27, 2024 8:03 પી એમ(PM) | નવી દિલ્હી | પ્રધાનમંત્રી