ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 6, 2024 3:44 પી એમ(PM) | WAVES સમિટ-૨૦૨૫

printer

નવી દિલ્હી ખાતે યોજાનારી વિશ્વની પ્રથમ વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ ‘WAVES સમિટ-૨૦૨૫’માં યુનિવર્સિટી, કોલેજ, સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી ખાતે યોજાનારી વિશ્વની પ્રથમ વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ ‘WAVES સમિટ-૨૦૨૫’માં યુનિવર્સિટી, કોલેજ, સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે. આ પરિષદમાં સહભાગી થવા https://wavesindia.org/challenges2025 અથવા https://mygov.in પર નોંધણી કરાવાની રહેશે.
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આગામી ૦૫ થી ૦૯ ફેબ્રુઆરી આ પરિષદ યોજાશે જેનો ઉદ્દેશ્ય દેશના મીડિયા- એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે ‘કન્ટેન્ટ હબ’ બનાવવાનો છે. આ સમિટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે માસ્ટર ક્લાસ/વર્કશોપનું આયોજન કરાયું છે પરિષદમાં ક્રીએટર્સ કોન્કલેવ, ફંડ્સ માટે ઇન્ફ્યુઝન અને અંતમાં ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ ચેલેન્જ ગ્રેંડ ફિનાલે યોજાશે.
વિદ્યાર્થીઓ નિયત કરેલ વેબસાઈટ પર નોંધણી કરાવી ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ સીઝન-૧માં તેમના રસના વિષયની સ્પર્ધામાં ભાગ લઇ શકશે. વિજેતા વિદ્યાર્થીઓને રૂ. ૨.૭૫ કરોડ સુધીની રોકડ રકમ, મહિન્દ્રા થાર ગાડી જેવા પુરસ્કાર ઈનામ રૂપે અપાશે
આ પરિષદ દ્વારા મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં ભારતીય મીડિયાનો વૈશ્વિક બજારમાં હિસ્સો વધશે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવા પેઢી માટે રોજગારના નવા દ્વાર ખુલશે.