નવી દિલ્હી અને એનસીઆરનાં અનેક ભાગમાં આજે સવારે પાંચ વાગીને 36 મિનિટે 4ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપ ગણતરીની સેકન્ડ માટે જ અનુભવાયો હતો, પરંતુ તેની તીવ્રતા વધુ હોવાથી લોકો વિચલિત થઈ ગયા હતા. અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરીને સલામત સ્થળે આશરો લીધો હતો.
ભુકંપનું કેન્દ્રબિંદુ દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઉંડાઈએ હતું. દિલ્હી, નોયડા, ઇન્દિરાપુરમ અને એનસીઆરનાં કેટલાંક વિસ્તારમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે જાનમાલને નુકસાનના કોઈ સમાચાર નથી.
બિહારનાં સિવાનમાં પણ આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર દિલ્હી-એનસીઆરનાં નિવાસીઓને શાંત રહેવા અને સલામતી માટેનાં પગલાંનું પાલન કરવા વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆર સિસ્મિક ઝોન ફોર હેઠળ આવે છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 2:07 પી એમ(PM) | દિલ્હી
નવી દિલ્હી અને એનસીઆરમાં આજે સવારે 4 ની તીવ્રતાના ભૂકંપથી દોડધામ
