નવી દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવશે. ટેબ્લોમાં રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા 21મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાતના પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ને ત્રીજો ક્રમ મળ્યો હતો. ગુજરાતના ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ગોવા પ્રથમ ક્રમે અને ઉતરાખંડ બીજા ક્રમે વિજેતા બન્યું હતું. સ્પર્ધાનું આયોજન કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:01 એ એમ (AM)
નવી દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવશે
